આજકાલની તણાવ અને ઝડપી જીદગીંમા માણસ હસવાનું જાણે ભુલી ગયો છે, પણ શું તમે જાણો છો શરીરના સ્વાસ્થ્ય માટે હાસ્ચ કેટલું ફાયદાકારક છે. આ એક શક્તિશાળી થેરાપીનો પ્રકાર છે અને શ્રેષ્ઠ દવા પણ. ચાલો આ વિશે વધુમાં જાણીએ
હાસ્ય તણાવને ઓછો કરવામાં મદદ કરે છે, આ શરીરનો સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલના લેવલને ઓછુ કરી મગજ અને શરીરને આરામ આપે છે.
વ્યકિ્ત જ્યારે હસે છે ત્યારે એન્ડોર્ફીન્સ નામનું હોર્મોન રીલીઝ થાય છે જે નેચરલ એનલગેસીયા તરીકે કામ કરે છે. આનાથી પીડા ઓછી થાય છે તેમજ તેને સહન કરવાની શક્તિ મળે છે.
એકબીજા સાથે હાસ્ચના આદાન-પ્રદાનથી સંબધ વધુ મજબૂત બને છે, સાથે સ્વીકૃતીની લાગણી પણ ઉત્પન્ન થાય છે. હાસ્ય સામાજીક સંબધને સુમેળભર્યો બનાવે છે અને સહાનુભૂતિ અને સમજણને પ્રોત્સાહન આપે છે.
આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે જેનું ધ્યાન લેવું. આવી જ અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.