ચા અને કોફી ઉપર ઘણા સમયથી ચર્ચા ચાલતી આવી છે કે બંનેમાંથી કઈ છે બેસ્ટ. કેટલાક ચાને ખુબ પસંદ કરે છે તો કેટલાકને કોફી પસંદ છે. પણ શું તમને ખબર છે આ બંનેના સેવનથી તમારી ત્વચા પર શું અસર પડે છે, ચાલો જાણીએ.
ચામા સારી માત્રામા ટેનીસ રહેલું હોય છે જે તમારા શરીરમા આર્યન એબસોર્બશનમા ખલેલ પહોચાડે છે અને અનેમિયાનો ખતરો ઉભો કરે છે. આનાથી તમને નબળાઈ અને ફટીગ જેવી સમસ્યા પણ થઈ શકે છે, અને તમારી સ્કીનને ડ્રાય અને ડલ બનાવી દે છે
કાળી ચામા ટેનીસ હાયર કોનસન્ટ્રેશનમાં રહેલું હોય છે, જે તમારા દાંત પર ડાઘ પાડી શકે છે, તેમજ તે તમારા સ્કીન પર પણ અસર કરે છે અને તેને ડલ બનાવી દે છે.
ચામાં રહેલુ કેટેચીન્સ તમારી ત્વચાને આરામ આપે છે, અને ઈરીટેશન, લાલાશ અને સોજાને પણ ઓછો કરવામા મદદ કરે છે. આ સંવેદનશિલ સ્કીન માટે સારુ માનવામાં આવે છે
કોફીમાં ભરપૂર માત્રામાં ફીનોલીક એસિડ રહેલું હોય છે અને સાથે તેમા એન્ટી એજીગની ગુણો રહેલા છે. આ તમને UV ડેમેજ અને કોલેજનમાં થતા ઘટાડાથી બચાવે છે.
કોફીમાં રહેલું ક્લારોજેનીક એસિડ અને મેલોનોઈડીન જેવા તત્વો એન્ટીઓક્સિડન્ટ વેગમા વધારો કરે છે જે તમારી ત્વાચાના રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.
કોફીમાં ચા કરતા વધારે કેફીન રહેલું હોય છે, જેમા તમે ગભરાહટ, બેચેની અને ઊંઘમાં મુશ્કેલી જેવા લક્ષણો અનુભવી શકો છો જેની અસર તમારી ત્વચા પર થાય છે અને તેમા ડલનેસ અને કરચલીઓ આવે છે.
કોફીની ડાઈરેટીક ઈફેક્ટ( મુત્રવર્ધક અસર) શરીરના ઝેરી પદાર્થોને કાઢવા માટે અદ્ભૂત છે. જોકે તેનાથી શરીરમા ડીહાયડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે, જેની અસર છેવટે તમારી ત્વચા પર પડે છે જેમા તે શુષ્ક અને ચહેરા પર કરચલી લાવે છે.
જોકે બંનેની નકારાત્મક અને સકારાત્મક અસર છે, દિવસમાં તમે કેટલી વાર અને કેટલી માત્રામાં તેનું સેવન કરો છો તેના પર સંપુર્ણ આધાર રહેલો છે, માટે આનું સેવન ઓછું અને જરુર પ્રમાણમાજ કરવું.