આપણે ઘણી વાર શરદી ખાંસી કે તાવ આવે તો તરત દવા લઈ લેતા હોઈએ છે, જે હવે ઘણું સામન્ય થઈ ગયું છે. પણ શું તમે જાણો છો આનાથી સીરીયસ હેલ્થ ઈશ્યું થઈ શકે છે. જાણો શા માટે તમારે સેલ્ફ ડાઈગ્નોસીસ અને સેલ્ફ મેડીકેશનને અવગણવું જોઈએ.
મણિપાલ હોસ્પિટલના બેંગલુંરુના ઈન્ટર્નલ મેડીસીન કનસ્લટન્ટ ડો. પંકજ સિંઘાઈ સેલ્ફ મેડીકેશન વિશે આ સલાહ આપી રહ્યા છે ચાલો જાણીએ
સેલ્ફ મેડીકેશનથી તમે સાચી બીમારી વિશે જાણી નથી શકતા અને તેથી તેના નિદાનમાં પણ વિલંબ થાય છે. આમાં તમારી સ્થિતી વણસી પણ શકે છે.
ડોક્ટરના સુપરવીઝન વગર દવાનું સેવન કરવાથી તેની આડ અસર થઈ શકે છે જે તમરા સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે.
સેલ્ફ મેડીકેશનતી બીમારીના લક્ષણો ટુંક સમય માટે શાંત થઈ જાય છે જેનાથી શરીરને નુકસાન થવાની શક્યતા છે. આનાથી બીમારી અને તેના નિદાનમાં પણ વિલંબ થાય છે.
ડોક્ટરની સલાહ વગર દવાનું સેવન કરવાથી દવાના વ્યસનનું જોખમ વધી જાય છે