ચપટી મીઠું ચમકાવશે તમારા દાંત, આ રીતે કરો ઉપયોગ


By Hariom Sharma11, Sep 2023 08:02 PMgujaratijagran.com

પીળા દાંતના કારણે ઘણી વાર આપણે શરમ અનુભવીએ છીએ, આમા તમે મીઠાનો ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારા દાંત મોતી જેવા ચમકશે.

મીઠું અને સરસવનું તેલ

દાંતને સાફ કરવા માટે તમે મીઠામાં સરસવનું તેલ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને આંગળી દ્વારા દાંત પર લગાવો, તમારા દાંત મોતી જેવા ચમકવા લાગશે.

મીઠું અને બેકિંગ સોડા

દાંતની પીળાશ સાફ કરવા માટે તમે મીઠું અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આનાથી દાંત ચમકીલા બનેશ સાથે દૂર્ગંઘથી પણ છુટકારો મળશે.

મીઠું અને લીંબુ

લીંબૂમાં સિટ્રિક એસિડ હોય છે, જે નેચરલ બ્લિચિંગ એજન્ટ છે. દાંતની પીળાશ સાફ કરવા માટે તમે મીઠું અને લીંબુને મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો.

મીઠું અને આદુ

મીઠું અને આદુ મિક્સ કરીને પણ દાંત સાફ કરી શકો છો. આદુમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટેરી ગુણ કેવિટીથી બચાવે છે.

મીઠું અને હળદર

મીઠું, હળદર અને સરસવના તેલને મિક્સ કરીને દાંતને સાફ કરી શકાય છે. આ ત્રણેયને મિક્સ કરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટથી દાંતમાં રહેલા બેક્ટેરિયા ઘટશે અને પેઢાના સોજામાં પણ ઘટાડો થશે.

વિટામિન Cની ઉણપ દૂર કરવા માટે આ યોગ્ય ખોરાકનું સેવન કરો