&જાણો ભારતમાં પીરિયડ્સ સાથે જોડાયેલા રિવાજો વિશે


By Jagran Gujarati11, Jan 2023 04:32 PMgujaratijagran.com

પીરિયડ્સ &દરમિયાન ઘણી જગ્યાએ યુવતીઓને અછૂત માનવમાં આવે છે. એવી ઘણી જગ્યા છે જ્યા છોકરીઓ પીરિયડ્સમાં આવતા ખુશીઓ મનાવવામાં આવે છે. આજે અમે ભારતમાં પીરિયડ્સ સાથે જોડાયેલા રિવાજો વિશે જણાવીશું.

ઓવરી હોર્મોન એસ્ટ્રોજેને અને પ્રોજેસ્ટેરોન રિલિઝ કરે છે. આ હોર્મોન યૂટર્સમાં એક લાઈન બનાવે છે. આ લાઈન એગને ફર્ટિલાઈઝ્ડ કરવા માટે તૈયાર થાય છે. જો કોઈ એગ ફર્ટિલાઈઝ્ડ ન થાય તો લાઈન તૂટી જાય છે અને બ્લડ ફ્લો થવા લાગે છે. સામાન્ય ભાષામાં તેને પીરિયડ્સ &કહેવાય છે.પીરિયડ્સ કેમ આવે છે

જૂના જમાનામાં પીરિયડ્સને શુભ માનવમાં આવતા હતા. ઈતિહાસકાર નરેન્દ્ર નાથ ભટ્ટાચાર્ય મુજબ પહેલાના સમયમાં પીરિયડ્સ &બ્લડને ભગવાનને ચડાવવામાં આવતું હતું. એ સમયે મહિલાઓને દેવી સમાન માનવમાં આવતી હતી.પીરિયડ્સને શુભ માનવમાં આવે છે

ઓડિશામાં પીરિયડ્સ શરૂ થાય તો ત્રણ દિવસનો એક સમારોહ રાખવામાં આવે છે. જેને રાજા પ્રભાના નામે ઓળખવામાં આવે છે. રાજા શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દથી થઈ છે. જેનો એર્થ માસિક ધર્મ થાય છે.ઓડિશા

આસામમાં જ્યારે યુવતીઓ પ્રથમવાર પીરિયડ્સમાં આવે તો 'તુલોનિયા બિયા' નામનો તહેવાર મનાવવામાં આવે છે. આ પ્રથામાં યુવતોઓને કોઈ કામ કરવાની મનાઈ હોય છે.આસામ

કર્ણાટકમાં પીરિયડ્સ શરૂ થતા ઉત્સવ મનાવવામાં આવે છે. અહીં પીરિયડ્સના તહેવાર ' ઋતુશુદ્ધિ યા ઋતુ કલા સંસ્કાર' &કહેવાય છે. અહી એ સમય હોય છે ત્યારે યુવતીને પ્રથમવાર સાડી પહેરાવવામાં આવે છે.કર્ણાટક

ભારતના આંઘ્રપ્રદેશ રાજ્યમાં પીરિયડ્સને લઈને એક રિવાઝ નિભાવવામાં આવે છે. જેને ' પેડમનિષી પંડગા' &કહેવાય છે. આ સમારોહ પીરિયડ્સના પ્રથમ, પાંચમાં અને અંતિમ દિવસે મનાવવામાં આવે છે.&આંઘ્રપ્રદેશ

તમિલનાડુમાં પીરિયડ્સ શરૂ થતા જ ' મંજલ નિરાતુ વિજા' &તહેવાર મનાવાય છે. આ એક ભવ્ય સમારોહ હોય છે. આમા તમામ સંબંધીઓને કાર્ડ અપાય છે.તમિલનાડુ

જો તમને પણ પીરિયડ્સ સાથે જોડાયેલા અન્ય રિવાજની જાણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ડેન્ડ્રફ થશે દૂર, આ વસ્તુઓ લગાઓ