By Jagran Gujarati11, Jan 2023 03:18 PMgujaratijagran.com
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન હોય છે. જેના કારણે માથામાં ખજવાળ આવે છે. તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. ચાલો જાણીએ....
ડેન્ડ્રફ માટે મુખ્યત્વે જે ફૂગ જવાબદાર છે તેને માલાસેઝિયા ગ્લોબોસા કહે છે. આ ફૂગ આપણી ત્વચા અને વાળના તેલને શોષી લે છે. આથી આપણને માથામાં ખંજવાળ આવે છે.
આ બંન્ને વસ્તુઓને ભેળવીને રાત્રે સુતા પહેલા માથામાં સારી રીતે માલિસ કરો. સવારે સામાન્ય ધોઈ લો. આ તમે અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.એલોવેરા જેલ અને બદામ તેલ
બે ચમચી આંબળાનો પાવડર નારિયેળ તેમાં મિક્ષ કરી ઉકાળો, તેલનો ભૂરો રંગ થઈ ગયા બાદ તે ઠંડુ પડે પછી વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થશે.આંબળાનો ઉપયોગ
ડેન્ડ્રફ ઘટાડવા માટે તમે રાત્રે મેથી પલાળીને તેનું પેસ્ટ બનાવો અને તેને એક ચમચી એલોવેરા જેલ ભેળવીને માથામાં લગાવો. એક કલાક લગાવીને વાળને શેમ્પૂથી ધોઈ લો.મેથી પેસ્ટ
&ઘરમાં તમને સરળતાથી મળી રહે છે અને તેને સારી રીતે મિક્સ કરો લો અને માથામાં માલિસ કરતા લગાઓ. આ તમે અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.લીબું અને નાળિયેર તેલ
આ તેલમાં એન્ટિમાઈક્રોબાઈલ, એન્ટિસેપ્ટીક, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીવાયરલ ગુણો મળે છે. જે ચામડી સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તમે તેને રાત્રે લગાવીને સવારે તમારા વાળને ધોઈ લો.ચાના વૃક્ષનું તેલ
મુલતાની માટ્ટીમાં એપ્પલ સાઈડર વિનેગર ભેળવીને એક સારી પેસ્ટ તૈયાર કરો. તેને તમે માથાના વાળ પર 15 મિનિટ લગાવો અને પછી ફરીથી ધોઈ લો. તેનાથી તમારા વાળમાં ડેન્ડ્રફ ઘટશે.મુલતાની માટ્ટી
લીમડાના પાનને પીસીને ઝીણી પેસ્ટ બનાવો. તેની અંદર એક એન્ટી ફંગલ ગુણ મળે છે, જે ડેન્ડ્રફને દુર કરવા મદદ કરે છે.લીમડાના પાન
ડેન્ડ્રફના કારણો જોઈએ તો વાળને નિયમિત ધોવામાં ન આવતા, તણાવ અને ઠંડા હવામાનના કારણએ થાય છે. ડેન્ડ્રફના કારણો
કપૂરને નારિયેળ તેલ સાથે ભેળવીને માથામાં લગાવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. તેને તમે અઠવાડિયામાં ત્રણ વખત લગાવી શકો છો.કપૂર અને નારિયેળ
બેકિંગ સોડામાં રહેલું એન્ટિફંગલ ડેન્ડ્રફ દૂર કરે છે. વાળ ભીના કરી બે ચમચી બેકિંગ સોડા લો અને સ્કેલ્પમાં બે ત્રણ મિનિટ રાખો. પછી વાળ ધોઈ નાખો. બેકિંગ સોડા
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Hina Khan એ બ્લેક કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શેર કરી ઘણી આકર્ષક તસવીરો