આ ભૂલોનાં કારણે ખરે છે પુરુષોના વાળ


By hariom sharma03, Mar 2023 08:00 AMgujaratijagran.com

ખરતા વાળ

વાળ ખરવા એ સામાન્ય વાત છે પરંતુ વધારે પડતાં વાળ ખરવા એ ટેન્શનની વાત છે. પુરુષોના વાળ ખરવાના કેટકલાક કારણો હોઇ શકે છે, આવો જાણીએ.

જેનેટિક્સ

કેટલીક વાર વાળ ખરવાનું કારણ જેનેટિકલ હોય છે, એટલે કે આ સમસ્યા તમારા પરિવારામાં ચાલતી આવે છે.

વધતી ઉંમર

વધતી ઉંમરની સાથે વાળ ખરવા લાગે છે અથવા તો સફેદ થવા લાગે છે. ઘણાં કેસમાં વાળનો ગ્રોથ ઓછો થઇ જાય છે તો ઘણાંને વાળ આવવાનું જ બંધ થઇ જાય છે.

હોર્મોન્સમાં ફેરફાર

હોર્મોન્સમાં ફેરફાર થવો પણ વાળ ખરવાનું એક મોટું કારણ છે. વધારે પડતાં ડીહાઇડ્રોટેસ્ટોસ્ટેરોનના કારણ વાળ ખરે છે.

દવાની આડઅસર

ક્યારેક તમે એવી દવાનું સેવન કરી લો છો જેની આડસરના કારણે વાળ ખરવા લાગે છે.

સ્ટ્રેસ

જો તમે વધારે સ્ટ્રેસ લો છો તો તમારા વાળ ખરવા લાગે છે, પરંતુ જો ઓછા તણાવામાં રહેશો તો આ સમસ્યા દૂર પણ થાય છે.

ઇન્ફેક્શન

કેટલીક વાર ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ વાળ ખરવા લાગે છે. એટલું જ નહીં સિફલિસ જેવા બેક્ટેરીયલ ઇન્ફેક્શનના કારણે વ્યક્તિને ટાલ પણ પડી શકે છે.

લાઇફસ્ટાઇલ

વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે લાઇફસ્ટાઇલ. જો તમે હેલ્ધી ફૂડની જગ્યાએ ઝંક ફૂડનું સેવન વધારે કરો છો તો તમારા વાળ ખરી શકે છે.

ન્યૂટ્રિએન્ટથી ભરપૂર હોય છે આ રંગબેરંગી શાકભાજી