ટોચની 10 કંપનીનું Mcap 2.09 લાખ કરોડ ઘટ્યું, RIL અને TCSને સૌથી વધુ નુકસાન


By Nilesh Zinzuwadiya19, Mar 2023 04:43 PMgujaratijagran.com

સૌથી મૂલ્યવાન કંપની

સૌથી મૂલ્યવાન કંપની તરીકે RILએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારબાદ TCS, HDFC બેંક, ઈન્ફોસિસ, ICICI બેંક, HUL, SBI, HDFC, ITC અને ભારતી એરટેલ છે.

TCS અને RIL

RILનું બજાર મૂડીકરણ રૂપિયા 67,722.33 કરોડ ઘટી રૂપિયા 15,04,001.93 કરોડ અને TCSનું બજાર મૂડીકરણ રૂપિયા 55,654.17 કરોડ ઘટીને રૂપિયા 11,63,194.14 કરોડ થયું.

આ કંપનીના M-Capમાં ઘટાડો થયો

ઈન્ફોસિસનું બજાર મૂડીકરણ રૂપિયા 21,250.8 કરોડ, SBI રૂપિયા 16,108.93 કરોડ તથા ITCના બજાર મૂડીકરણમાં 15,226.12 કરોડ ઘટાડો થયો છે.

ICICI બેંકનું મૂડીકરણ ગગડ્યું

ICICI બેંકનું બજાર મૂડીકરણ ગગડી રૂપિયા 4,396.91 કરોડ ઘટી રૂપિયા 5,38,983.07 કરોડ જ્યારે HUL નું મૂલ્યાંકન રૂપિયા રૂપિયા 3,465.65 કરોડ ગગડી રૂપિયા 5,75,273.92 કરોડ હતું.

Post Officeની સુપરહિટ સ્કીમ!! તમારા પૈસા ડબલ થવાની ગેરન્ટી