ઉનાળાની શરૂઆત થવાની તૈયાર છે, ઉનાળામાં ગરમીથી બચવા લોકો ઠંડા પીણા પીતા હોય છે, ત્યારે તમે જો બજારમાં મળતા લીંબુ શિકંજી ઘરે ટ્રાય કરવા માંગતા હોવ તો રેસીપી અજમાવો.
જીરું, કાળા મરી, ખાંડ, એલચી, સૂઠનો પાઉડર, સંચળ, મીઠું, લીંબુ, ફુદીનાના પાન, બરફના ભૂકા, તુલસીના બીજ.
સૌ પ્રથમ એક પેનમાં જીરું અને કાળા મરી નાખીને શેકી લો.
હવે તેને એક મિક્સર જારમાં નાખી તેમાં કાળું મીઠું,સૂઠ,મીઠું,સાકર,એલચી ઉમેરીને પાવડર બનાવી લો.
હવે એક બાઉલમાં તુલસી કે તકમરિયાના બીજ પાણીમાં પલાળી દો.
હવે એક ગ્લાસમાં શિકંજીનો મસાલો,પલાળેલા તકમારિયાના બીજ ઉમેરો.
હવે તેમાં લીંબુની સ્લાઈસ,ફૂદીનાના પાન,બરફનો ભુકો અને ઠંડુ પાણી અથવા સોડા ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે હોમ મેઈડ લીંબુ શિકંજી, તમે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.