લીંબુ શિકંજી બનાવવાની રીત


By Vanraj Dabhi02, Mar 2024 04:33 PMgujaratijagran.com

લીંબુ શિકંજી

ઉનાળાની શરૂઆત થવાની તૈયાર છે, ઉનાળામાં ગરમીથી બચવા લોકો ઠંડા પીણા પીતા હોય છે, ત્યારે તમે જો બજારમાં મળતા લીંબુ શિકંજી પીવા માંગતા હોવ તો આ રીતે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

જીરું,આખા કાળા મરી,સાકર,એલચી,સૂઠનો પાવડર,કાળું મીઠું,મીઠું,લીંબુ,ફુદીનાના પાન,બરફનો ભૂકો, તુલસીના બીજ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં જીરું અને કાળા મરી નાખીને શેકી લો.

સ્ટેપ- 2

હવે તેને એક મિક્સર જારમાં નાખી તેમાં કાળું મીઠું,સૂઠ,મીઠું,સાકર,એલચી ઉમેરીને પાવડર બનાવી લો.

સ્ટેપ- 3

હવે એક બાઉલમાં તુલસી કે તકમરિયાના બીજ પાણીમાં પલાળી દો.

સ્ટેપ- 4

હવે એક ગ્લાસમાં શિકંજીનો મસાલો,પલાળેલા તકમારિયાના બીજ ઉમેરો.

સ્ટેપ- 5

હવે તેમાં લીંબુની સ્લાઈસ,ફૂદીનાના પાન,બરફનો ભુકો અને ઠંડુ પાણી અથવા સોડા ઉમેરીને મિક્સ કરી લો.

શિકંજી તૈયાર છે

હોમ મેઈડ લીંબુ શિકંજી તૈયાર છે તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચીઝ ચિલી પકોડા બનાવવાની રીત