આજે અમે તમને મરચાની રીંગના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસીપી જણાવશે. આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો તો મજા પડી જશે.
લીલા મરચા,હીંગ,મીઠું,આદુ,હળદર,લીંબુ,તેલ.
લીલા ઘોલર મરચાને ગોળાકારમાં સમારી લો.
હવે તેમા હીંગ,મીઠું,આદુની પેસ્ટ અને હળદર ઉમેરો.
હવે તેમા લીંબુનો રસ અને ચણાનો લોટ ઉમેરી તેને મિક્સ કરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.
હવે તેમાં ચણાના લોટ સાથે કોટ કરેલી મરચાની રીંગ તેલમાં મુકીને ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી તળી લો.
તૈયારની મરચાના રીંગવાળા ભજીયા,તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.