પાણી-1-2 કપ,ચા પત્તી - 1 ચમચી,એલચી-2,લવિંગ-2,કાળા મરી-5-6,તમાલપત્ર-1,આદુ -1 નાનો ટુકડો,તુલસીના પાન-7-8,ખાંડ સ્વાદ મુજબ,દૂધ-1 કપ.
સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં ચા પત્તી નાખીને ઉકાળો.
પછી જણાવે મસાલા જેમ કે આદુ,તમાલપત્ર,કાળા મરી,એલચી,લવિંગ,વગેરે ખાંડીને પાણીમાં મિક્સ કરો અને પછી તુલસીના પાન નાખો.
આ પાણીને ધીમા તાપ પર ઉકાળો,હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખીને તેનો કલર બદલે ત્યાં સુધી પાણીને ઉકાળો.
પછી તેમાં દૂધ નાખીને થોડી વાર ઉકાળો,હવે ચા પત્તી અને મસાલો દૂધમાં સારી રીતે ભળી જાય તો ગેસ બંધ કરી દો.
હવે ગરણી લઈને ગાળી લો,એકદમ મસાલેદાર ચા તૈયાર છે.હવે તેને ગરમગરમ પીવો.
મસાલા ચા બનાવવા માટે પહેલાથી જ મસાલો તૈયાર કરીને પણ રાખી શકો છો.જણાવેલ તમામ મસાલાને પીસીને પાવડર કરી લો અને ચા બનાવતી વખતે તેનો ઉપયોગ કરો.
તમે પણ ઘરે આ રીતે મસાલાવાળી ચા બનાવી શકો છો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.