મહેનત વગર સફળતા નથી મળતી, વગર મહેનતે લક્ષ્યની પ્રાપ્તિ નથી થતી. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત મહેનત જરૂરી છે. સફળતા માટે પણ પરિશ્રમની ખૂબ જરૂર પડે છે.
સફળતા પ્રાપ્તિ માટે પરિશ્રમની સાથે સાથે ઉત્સાહ પણ હોવો જરૂરી છે. ઉત્સાહ હશે તો પરિશ્રમમાં થાક નહીં અનુભવાય અને કાર્ય સફળતા સુધી જલદી પહોંચાશે. જીવનની સફળતાનો મૂળમંત્ર છે.
પિરશ્રમ, ઉત્સાહ, દ્રઢ વિશ્વાસ જે પણ કાર્ય આપણે કરીએ છીએ તે કાર્યને પૂરું કરવામાં વિશ્વાસ અંતરઆત્મામાં હોવો જ જોઇએ, ત્યારે જ તો સપના પૂરા થશે.
કોઇ પણ કાર્યને પૂરું કરવા માટે દરેક વ્યક્તિ મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, પરંતુ એકાગ્રતા સાથે કરેલું કાર્ય સરળતાથી પૂરું થાય છે. આમાં ભૂલ થવાની સંભાવના ઓછી હોય છે.
સંકલ્પનો અર્થ છે કે કોઇ પણ કાર્યને પૂરું કરવા માટે દ્રઢ નિશ્ચયની જરૂર હોય છે. સંકલ્પ લેવાથી લક્ષ્ય પ્રાપ્તિમાં ભટકવાનું થાય તો સંકલ્પનું બંધન તેને રોકે છે અને સફળતા સુધી પહોંચાડે છે.
પરીક્ષા લેવામાં આવે છે તો લક્ષ્ય પ્રાપ્તિ માટે આગળ વધવામાં કોઇને કોઇ પ્રકારની અડચણો જરૂર આવે છે, પરંતુ તેનાથી ડરવું ના જોઇએ સંયમ અને સાવધાનીથી કાર્ય કરો તો સફળતા જરૂરથી મળશે.
સફળતા દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ સાચી સફળતા એ જ છે જેની પ્રશંસા બધાં કરે. ફક્ત ધન, તાકાત, સંપત્તિ પ્રાપ્ત કરવી જ સફળતા નથી હોતી.