ભારતમાં મળી આવતી વિવિધ કેરીની જાત, એકવાર જરુરથી ટ્રાય કરજો


By Smith Taral31, May 2024 12:04 PMgujaratijagran.com

હિમસાગર

આ કેરી તેની મીઠી સુગંધ અને સ્વાદ માટે લોકોમાં પ્રિય છે. રસ થી ભરપુર આ કેરી પશ્ચિમ બંગાળથી આવે છે.

કેસર

ભારતના ગુજરાતમાં મળી આવતી કેસર કરી સૌથી મોંઘી કેરીની જાતોમાંની એક છે. આનો સ્વાદ ઘણોજ ટેસ્ટી હોય છે. ગુજરાતમાં કેસર કેરીનો રસ પણ ખૂબ પસંદ કરવામાં આવે છે

બદામ

કર્ણાટક ની આ કેરીની સિઝન એપ્રિલથી જુલાઇ દરમિયાનની છે , આ મહિનાઓ માં આ કેરી સૌથી વધું ખાવામાં આવે છે. આ કેરીની સોનેરી પીળી ત્વચા હોય છે અને સ્વાદમાં મીઠી અને અત્યંત અને રસદાર હોય છે.

ચૌંસા

શેર શાહ સુરી એ ચૌંસા નામ બિહારના એક નગરના નામ પરથી પાડ્યું હતુ. જો તમને મીઠો પલ્પવાળી કેરી પસંદ હોય તો ચૌંસા કેરી તમને ખૂબ ભાવશે

બંગનાપલ્લી

આ ફળ અત્યંત રસદાર અને પલ્પથી ભરેલું છે, જેમાં રેસા તમને બિલકુલ જોવા નહિ મળે. આ કેરી કુર્નૂલ, આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ પાકે છે

બંગનાપલ્લી

આ ફળ અત્યંત રસદાર અને પલ્પથી ભરેલું છે, જેમાં રેસા તમને બિલકુલ જોવા નહિ મળે. આ કેરી કુર્નૂલ, આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ પાકે છે

હાફુસ

મહારાષ્ટ્રની હાફુસ તમામ કેરીમાં સૌથી મોંઘી કેરી છે, આનો સ્વાદ મીઠો અને અને તે રેસાયુક્ત નથી હોતી.

તોતાપુરી

આંધ્ર પ્રદેશની તોતાપુરી તેના મીઠા અને તીખા સ્વાદ માટે જાણીતી છે. તોતાપુરી કેરી એક આકાર ધરાવે છે.

ઉનાળામાં AC-કૂલર વગર ઘર ઠંડુ રાખવા માટે આ 6 ટિપ્સ અનુસરો