ઉનાળામાં AC-કૂલર વગર ઘર ઠંડુ રાખવા માટે આ 6 ટિપ્સ અનુસરો


By Vanraj Dabhi30, May 2024 07:02 PMgujaratijagran.com

ઉનાળાની ગરમી

ઉનાળામાં કાળઝાળ ગરમીથી લોકો ઘરમાં AC અને કૂલર વગર રહી નથી શકતા,પરંતુ તમે AC અને કુલર વગર ગરમીમાં રાહત મેળવી શકો છો.

ટેબલ પંખો

ઉનાળામાં રૂમ ઠંડો રાખવા માટે તમે ટેબલ પંખા સામે એક પાત્રમાં બફર ભરીને મૂકી દો.પંખાની હવાથી રૂમમાં ઠંડક પ્રસરે છે.

એક્ઝોટ ફેન

રાતના સમયે રૂમને ઠંડો રાખવા પંખાને ચાલુ રાખો અને બારી ખુલ્લી રાખો ઉપરાંત કિચન અને રૂમનો એક્ઝોટ ફોન ચાલુ કરી દો જેથી ઘરની અંદરની ગરમી બહાર જશે અને ઠંડો રહેશે.

ખસની ચટાઇ

ઉનાળામાં ઠંડી હવા ખાવાનો પરંપરાગત ઉપાય છે.તમે રૂમના દરવાજા કે બારીમાં ખસની ચટાઇ લટકાવી તેના પર પાણી છાંટી દો.તેમાંથી પસાર થતી હવા ઠંડી આવશે.

ઝાડ અને છોડ વાવો

ઝાડ અને છોડ વાવો

ઉનાળામાં ઘર ઠંડુ રાખવા માટે આસપાસ ઝાડ અને છોડ વાવો.જે રૂમ ઠંડો રાખમાં મદદ કરે છે.

ધાબા પર પાણી છાંટો

સાંજે સૂર્યાસ્ત પછી ઘરના ધાબા પર પાણી છાંટો,આમ કરવાથી ધાબુ ઠંડુ થશે.

ચાદર અને પડદાના રંગ

રૂમમાં બપોરના સમયે બારી બંધ રાખો તેમજ ઘરમાં ડાર્ક કલરની બેડશીટ કે પડદાનો ઉપયોગ કરવો નહીં. ડાર્ક કલર ગરમી ફેલાવે છે.

જમ્યા પછી ગોળ ખાવાના આ ફાયદાઓ વિશે જાણી લો