સમગ્ર જીવનકાળમાં વ્યક્તિ અસંખ્ય પુરુષો અને સ્ત્રીઓને મળતો હોય છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે દુનિયામાં એક એવો વ્યક્તિ છે જેણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય છોકરીઓ જોઈ નથી, તો શું તમે સહમત થશો? આવો જાણીએ આ વ્યક્તિ વિશે.
સાંભળવામાં તે અશક્ય લાગે છે કે કેવી રીતે કોઈ એક વ્યક્તિ ક્યારેય વિજાતીય વ્યક્તિઓને ક્યારેય મળ્યો નથી, પરંતુ તે સાચું છે. એક એવો માણસ છે જે જાણતો ન હતો કે છોકરીઓ ખરેખર કેવી દેખાય છે.
ડેઈલી મેઈલ અને સ્ટોરીપિક વેબસાઈટ્સના અહેવાલો અનુસાર, એક વ્યક્તિનો જન્મ 1856માં ગ્રીસના હલ્કિડીકીમાં થયો હતો. જેનું નામ મિહાઈલો ટોલોટોસ હતું. તેના જન્મતાની સાથે જ તેની માતાનું અવસાન થયું હતું.
તેની માતાના અવસાન બાદ તેને ગ્રીસમાં માઉન્ટ એથોસ પર રહેતા રૂઢિવાદી સાધુઓએ દત્તક લીધો હતો.
આ સાધુઓએ તેને ઉછેર્યો અને સાધુ બનાવ્યો. સાધુઓના તેના ઘણા નિયમોનું પાલન ટોલોટોસે કરતો હતો.
છોકરીઓને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવતી ન હતી. આ કારણોસર ટોલોટોસ હંમેશા મહિલાઓથી દૂર રહેતા હતા.
આ નિયમ પાછળનું કારણ એ સુનિશ્ચિત કરવાનું હતું કે માઉન્ટ એથોસના તમામ મઠોમાં રહેતા સાધુઓ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરી શકે જે તેમના માટે જરૂરી માનવામાં આવતું હતું.
ટોલોટોસ આ નિયમ તોડીને છોકરીઓને મળી શકતો હતો પરંતુ તેણે આવું ક્યારેય કર્યું જ નહીં. આ સિવાય તેણે ક્યારેય બહારની દુનિયા પણ જોઈ નથી.
શું તમે ક્યારેય આવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે? સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.