રેસ્ટોરન્ટ જેવા મલાઈ કોફતા તમારે ઘરે બનાવવા છે, તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસી


By Jivan Kapuriya17, Aug 2023 06:01 PMgujaratijagran.com

જાણો

મલાઈ કોફતા ખાવાનું દરેકને પસંદ હોય છે. તેની ભરપૂર ગ્રેવી અને કોફતા ખાવામાં અદ્ભુત લાગે છએ. ઘણીવાર તમે રેસ્ટોરન્ટમાં આ વાનગીને ખાધી હશે.

રેસીપી

જો તમે મલાઈ કોફતા ખાવાનું પસંદ હોય તો આ વખતે ઘરે જ બનાવો, આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત.

સામગ્રી

4 મોટા બટાકા,250 ગ્રામ પનીર,50 ગ્રામ મેંદો,3 ડુંગળી,આદુ-લસણની પેસ્ટ,2 ટમેટા,મલાઈ કે ક્રીમ 2 ચમચી,કાજુ-કિસમિસ,હળદર,મરચું,મીઠું સ્વાદ મુજબ,કિચન કિંગ મસાલા, કસ્તુરી મેથી,ખાંડ.

સ્ટેપ-1

સૌથી પહેલા બટાકાને બાફીને ફ્રીજમાં રાખી દો. આવું કરવાથી કોફતા બનાવવામાં સરળતા રહેશે.

સ્ટેપ-2

હવે એખ બાઉલમાં બટાકા,પનીર અને મેંદાના લોટ વડે મેશ કરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

કિસમિસ અને કાજુના નાના નાના ટુકડા કરીને તેમાં નાખો,સાથે અડધી ચમચી ખાંડ પણ નાખો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પનીરના મિશ્રણમાંથી બોલ બનાવીને તેલમાં તળીને એક પ્લેટમાં કાઢી લો, તમારા કોફતા તૈયાર છે.

સ્ટેપ-5

હવે ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી,આદુ-લસણ અને ટમેટાને પીસીને પેસ્ટ બનાવો.

સ્ટેપ-6

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં આ પેસ્ટ નાખીને તળી લો.

સ્ટેપ-7

થોડું તળ્યા પછી તેમાં કાજુ પીસીને નાખો,પછી તેમાં બ ટમટી ગરમ દૂધ પણ નાખો.

સ્ટેપ-8

હવે તેમાં કસ્તુરી મેથી સિવાય બધો મસાલો નાખી મિશ્રણમાં જ્યાં સુધી તેલ ન છોડવા માંડે ત્યાં સુધી ફ્રાય કરો.

સ્ટેપ-9

પછી તેમાં અડધો કપ પાણી નાખો. ક્રીમ અથવા મલાઈ અને એક ટમટી ખાંડ પણ નાખો.

તૈયાર છે મલાઈ કોફ્તા

હવે તેમાં કોફ્તા નાખો, તમારો મલાઈ કોફ્તા તૈયાર છે.

સર્વ કરો

આ સ્વાદિષ્ટ વાનગીને તમે નાન,રોટી કે ભાત સાથે ખાઈ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે ટેસ્ટી પૂરણ પોળી બનાવવા માટે આ રેસીપી અજમાવો