Paratha Recipe: બાળકોના લંચ બોક્સ માટે માત્ર 10 મિનિટમાં બનાવો યુનિક અને ટેસ્ટી


By Vanraj Dabhi08, Aug 2024 11:51 AMgujaratijagran.com

પરાઠા રેસીપી

બાળકો લંચ બાક્સમાં દરરોજ અલગ અલગ નાસ્તો માંગતા હોય તો તમે ચટપટા ટેસ્ટી પરાઠા ઘરે ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

ડુંરળી, લીલા મરચા, કોથમરી, તલ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું, ચાટ મસાલો,હીંગ, આલુ ભુજીયા સેવ,ચિઝ સ્લાઈસ, ઘઉંનો લોટ, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક ડુંગળી, લીલા મરચા,કોથમરી ઝીણી સમારીને એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે તેમાં ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો,હીંગ,આલુ ભુજીયા સેવ અને ચિઝ સ્લાઈસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, પાણી ઉમેરીને લોટ બાંધી લૂઓ પાટલા પર મૂકીને રોટલી જેમ વણી લો.

સ્ટેપ-4

હવે તૈયાર કરેલ સ્ટફિંગ રોટલી પર ફેલાવીને ત્રિકોણ આકારમાં પરાઠાને વાળીને ફરીથી વણી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેના પર એક ચમચી તેલ લગાવીને પરાઠા શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ચટપટા ટેસ્ટી પરાઠા, તમે બાળકોને લંચ બોક્સમાં માત્ર 10 મિનિટમાં બનાવીને આપી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Unique Nashta Recipe: નાસ્તા માટે યુનિક રીતે ઘરે બનાવો પાપડ શિંગનો ચુરો