બાળકો થી માંડીને પુખ્ત વયના લોકોને દરરોજ નાસ્તામાં અલગ અલગ ખાવાનું પસંદ કરતા હોય છે. તમે પાપડ શિંગનો ચુરો ટ્રાય કરી શકો છો.
પાપડ, ચોખાના પૌવા, તેલ, મસાલા શીંગ, ધાણાજીરું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર.
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પાપડ તળી અને એક બાઉલમાં રાખો.
હવે ચોખાના પૌવાને પણ આ રીતે તળીને પાપડના બાઉલમાં રાખો.
હવે પાપડ અને પૌવાને મિક્સ કરી પછી તેમાં મસાલા શીંગ ઉમેરો.
હવે તેમાં ધાણાજીરું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે પાપડ શિંગનો ચુરો તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.