By Rakesh Shukla22, Dec 2022 07:17 PMgujaratijagran.com
જો તમને ચા પીઓ છો તો તેમાં એક્સ્ટ્રા ઇન્ગ્રીડિએન્ટ્સ નાંખીને એક્સપેરિમેન્ટ જરૂર કરો. બની શકે કે તમને એ ચાનો સ્વાદ વધારે પસંદ પડે.
ચામાં કેસરનો ઉપયોગ કરી શકાય છે, જેતી ચાનો સ્વાદ અને ફ્લેવર દરરોજ કરતા અલગ લાગે.&કેસર
સ્ટાર એનિસ ચામાં થોડો મુલઠીનો સ્વાદ આપે છે. શિયાળામાં આ ઇન્ગ્રીડિએન્ટ્સને ચામાં લેવાથી તમારા ગળાની ખારાશમાં ઘણો આરામ મળશે. આને તમે તમારી ચામાં દરરોજ ઉપયોગમાં લઇ શકો છો.&સ્ટાર એનિસ
તજ એક એવો મસાલો છે જે તમે દરરોજ તમારી ચામાં ઉપયોગમાં લઇ શકો છો અને ચાને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો. બસ એટલું ધ્યાન રાખવું કે વધુ માત્રામાં તેનો ઉપયોગ કરશો તો સ્વાદ બગડી શકે છે.&તજ
હળદરવાળા દૂધની જેમ હળદરવાળી ચા પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. શરદી અને ખાંસી થઇ હોય તો આ ચા તમારા શરીર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.&હળદર
લવિંગનો ઉપયોગ ચામાં કરવામાં આવતો હોય છે. જે શરદી, ખાંસી વગેરેમાં ઘણું ફાયદાકારક રહે છે. લવિંગથી ચાનો સ્વાદ થોડો કડક રહે છે.લવિંગ
પ્રોસેસ્ડ ખાંડની સરખામણીએ ગોળવાળી ચા વધુ હેલ્ધી માનવામાં આવે છે. ગોળવાળી ચામાં તંદૂરી ફ્લેવર આવે છે અને તેનો સ્વાદ ખાંડવાળી ચા કરતા થોડો અલગ હોય છે.&ગોળ
ગળામાં ખારાશ હોય અથવા ગળુ બેસી ગયુ હોય તો સીંધવ મીઠાવાળી ચા તમારા માટે સારી સાબિત થઇ શકે છે.&સીંધવ મીઠું
For More Stories like this:Click here
'દ્રશ્યમ-2' એક્ટ્રેસ Ishita Duttaએ ફોર્મલ આઉટફિટમાં ગ્લેમરસ તસવીરો શેર કરી