સાતમના તહેવાર પર તમને ચટપટું ખાવાનું મન થાય તો, તમે ઘરે દહીં ભલ્લા આ યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો.
સામો, તેલ,બાફેલા બટાકા, જીરું, આદુ-લીલા મરચાની પેસ્ટ, નમક, છાશ, મીસરી, દહીં, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, કોથમીર.
સૌ પ્રથમ એક બાઉલમાં સામો, બટાકાનું છીણી, જીરું, આદુ-લીલા મરચાંની પેસ્ટ, નમક ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે આ મિશ્રણના નાના નાના લૂઆ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
હવે તેને બહાર કાઢી પછી તેને 5 મિનિટ માટે છાશ કે દહીંના મિશ્રણમાં ડુબાળીને રાખો.
હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર મીસરી, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.