ખીચડીએ એક હળવો આરોગ્યપ્રદ ખોરાક છે, તમે સાંજના ભોજનમાં ખીચડીની રેસીપી ટ્રાય કરી શકો છો.
ચોખા, મગની દાળ, પીળી મગની દાળ, તુવેર દાળ, પાણી, મીઠું, હળદર, ઘી, બટાકા, રીંગણ, ગાજર, લીલા વટાણા, દૂધી, રાઈ-જીરું, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન, હિંગ, મગફળી, તમાલપત્ર, લવિંગ, સૂકું નાળિયેર, ટામેટા, લાલ મરચું પાવડર, ધાણાજીરુ, ગરમ મસાલો, કોથમીર.
સૌ પ્રથમ એક બાઉલમાં દાળ-ચોખા મિક્સ કરી પાણીથી ધોઈને પાણીમાં પલાળી દો.
હવે એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરી તેમાં દાળ-ચોખા અને શાકભાજી ઉમેરીને હળદર,મીઠુ નાખીને મિક્સ કરી લો.
હવે ફૂલ ગેસ પર કૂકર મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી ઢાંકણ બંધ કરી 5 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે તે પકાવીને ખીચડીમાં તેલ કે ઘી ઉમેરી મિક્સ કરી લો.
ખીચડી તૈયાર છે, તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.