આ જન્માષ્ટમીની પૂજા માટે માત્ર થોડી જ મિનીટોમાં ઘરે બનાવો પંચામૃત, જાણીલો બનાવાન


By Smith Taral25, Aug 2024 04:11 PMgujaratijagran.com

પંચામૃત એ જન્માષ્ટમી પૂજાનો મહત્વપૂર્ણ ભાગ છે, આને પ્રસાદ તરીકે પરિવારજનોમાં વહેંચવામાં આવે છે. આને તમે ઘરેજ સરળતાથી બનાવી શકો છો. માત્ર 5 વસ્તુઓથી તમે પંચામૃત બનાવી શકો છો, આવો જાણીએ કેવી રીતે

સામગ્રી

500 મિલી દૂધ, 1 કપ દહીં, 1 ચમચી મધ, 2 ચમચી ગુલાબજળ, 4 તુલસીના પાન અને મુઠ્ઠીભર મખાના ની જરૂર પડશે.

મિક્સ કરો

એક બાઉલમાં લો, તેમાં દૂધ, દહીં, મધ અને ગુલાબજળ ઉમેરી તેને સારી રીતે મીક્સ કરી લો.

મખાનાને શેકી લો

મખાનાને એક પેનમાં નાખી તેને ધીમા ગેસ પર શેકી લો. વધુ શેકવાથી તે બળી શકે છે, માટે થોડા સમય શેકી તેને પ્લેટમાં કાઢી લો.

તુલસીના પાન ઉમેરો

4 તુલસીના પાનને હવે તૈયાર કરેલા મીક્ષરમા ઉમેરી લો, આ પંચામૃતમાં પવિત્રતા અને એક અનોખી સુગંધ લાવે છે.

મખાના ઉમેરો

હવે, શેકેલા મખાનાને તે મીક્ષરમાં ઉમેરો. હવે તૈયાર થયેલ પંચામૃતને પૂજા દરમિયાન પ્રસાદ તરીકે પરિવારજનોમાં વહેંચો, અને જન્માષ્ટીમાનો તહેવારનો આનંદ માણો

જન્માષ્ટમીના અવસર પર બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ