જન્માષ્ટમીની ઉજવણીમા વધુ મીઠાશ ઉમેરવા માટે તમે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. આ કેટલીક લોકપ્રિય ભારતીય મીઠાઈઓ તમારા ઉજવણીને વધુ ખાસ બનાવશે. આવો જાણીએ વધુમાં
પેડા, ખોયા, ખાંડ, ઘી અને એલચી પાવડર વડે બનાવવામાં આવતી સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.
દૂધ, ખાંડ, ઈલાયચી અને પનીરથી બનેલું કાલાકંદ, તમે ઘરે સરળતાથી બનાવી શકો છો જે દરેકને પ્રિય હોય છે.
તહેવારોમાં ખાસ પીરસાતી ખીર, ચોખા, દૂધ અને ખાંડ સાથે બનાવવામાં આવે છે, અને તેમાં એલચી ખાસ સ્વાદ ઉમેેરે છે.
દૂધ, એલચી, બદામ અને પિસ્તાથી બનેલી રાબડી, એક રિચ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.
બૂંદી લાડુ, ચણાના લોટ, કાજુ, કિસમિસ, કેસર અને એલચીથી બનતી સ્વીટ ડીશ જન્માષ્ટમી પર તમે એન્જોય કરી શકો છો