કાઠિયાવાડીમાં ભોજન સાથે સંભારો પીરસવામાં આવે છે, આજે આપણે કંટોલાનો સંભારો બનાવવાની રીત જાણીશું.
કંટોલા, રાઈ, હિંગ, હળદર, તેલ, મીઠું.
સૌ પ્રથમ કંટોલામાંથી બીજ કાઢીને ઝીણા સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હળદર, હિંગ નાખીને સાંતળી લો.
હવે તેમા સમારેલા કંટોલા અને થોડુ મીઠું ઉમેરી મિક્સ કરો.
હવે તેને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ પકાવો લો.
તૈયાર છે કંટોલાનો સંભારો, તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.