કાઠિયાવાડીમાં ભોજન સાથે સંભારો પીરસવામાં આવે છે, અને સંભારો ભોજનનો સ્વાદ વધારે છે, આજે આપણે ટીંડોરા અને મરચાંનો સંભારો બનાવવાની રીત જાણીશું.
ટીંડોરા, મરચાં, રાઈ, હિંગ, હળદર, તેલ, મીઠું, ચણાનો લોટ.
સૌ પ્રથમ મરચાં અને ટીંડોરાને સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હળદર, હિંગ નાખીને સાંતળી લો.
હવે તેમા સમારેલા ટીંડોરા, મરચાં અને થોડુ મીઠું ઉમેરી મિક્સ કરો.
હવે તેમાં ચણાનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે ટીંડોરા મરચાનો લોટ વાળો સંભારો, તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.