કચ્છની દાબેલી ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે. તમે તીખી,મીઠી,ખાટી અને ચટપટા મસાલેદાર સ્ટફિંગ ભરીને પાવ સાથે સર્વ કરી શકો છે.
પાઉં, બાફેલા બટાકા, ડુંગળી, જીરું, વરિયાળી, તેલ, તજ-લવિંગ, કાળા મરી, નારિયેળ છીણ, હળદર, આખા ઘાણાં, ખાંડ, આમચૂરણ, આંબલીની ચટણી, લીલી ચટણી, મગફળી, દાડમના દાણા, તેલ, માખણ, મીઠું વગેરે.
સૌ પ્રથમ એક કડાઇમાં ધાણાં,વરિયાળી,જીરું,કાળા મરી,તજ,લવિંગ,સુકા નારિયેળનું છીણ અને સુકા લાલ મરચા નાંખીને ધીમી ગેસે મસાલાને શેકી લો.
હવે મસાલા ઠંડા થાય પછી બધા મસાલાને મિક્સરમાં નાખીને પીસીને એક વાસણમાં કાઢી લો.
હવે બાફેલા બટાકાની છાલ કાઢીને મેશ કરીને એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં દાબેલીનો મસાલો નાંખીને આંબલીની ચટણી નાંખો અને એમાં થોડુ પાણી મિક્સ કરીને બરાબર મિક્સ કરો.
આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો અને એમાં ઉપરથી નારિયેળનું છીણ,કોથમીર,દાડમ,સેવ અને સિંગ નાંખીને ટોપિંગ કરી લો.
હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેના પર પાઉં મૂકી બટર લગાવીને પાઉંની વચ્ચે આ મસાલો ભરીને શેકી લો.
હવે દાબેલીને રોસ્ટ કરીને તીખી-મીઠી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.