લીલી મેથી મટરની ભાજી શિયાળામાં ખાવા માટે એક અદ્ભુત વાનગી છે, જેને તમે રોટલી, પરાઠા અને પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
મેથીના પાન, લીલા વટાણા, ટામેટાં, મગફળી, તલ, લાલ મરચું પાવડર, લસણ, હિંગ, હળદર પાવડર, ગરમ મસાલો, ગોળ.
સૌપ્રથમ મેથીના પાનને સ્વચ્છ પાણીથી ધોઈને બારીક સમારીને એક બાઉલમાં રાખો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં લસણ, ડુંગળી, ટામેટા નાખીને સાંતળી લો.
હવે તેમાં લીલી વટાણાં, જીરું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
આ બધું મિશ્રણ ફ્રાય થઈ જાય એટલે તેમાં તલ, ગોળ અને લીલી મેથી ઉમેરીને મિક્સ કરો.
તૈયાર છે તમારી લસણ વાળી મેથીની ભાજી, તમે ગરમ પરાઠા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.