ઉત્તપમ તો દરેક લોકોએ ખાધા હશે, આજે અમે મખાના ઉત્તપમની યુનિક વાનગી વિશે તમને જણાવીશું.
માખાના, પોહા, સૂજી, દહીં, પાણી, લીલા મરચાં, આદુ, મીઠું, Eno, કેપ્સીકમ, મકાઈ, ટામેટા, કોથમીર, ચીઝ.
સૌ પ્રથમ એક બાઉલમાં મખાના, સૂજી, પોહા, દહીં, પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક મિકસર જારમાં લીલી મરચા, આદુ, મીઠું ઉમેરીને ગ્રાઈન્ડ કરી બેટર બનાવી લો.
હવે બેટરમાં ઈનો ઉમેરીને મિક્સ કરી લો અને એક બાઉલમાં મકાઈ, ટમેટા, કેપ્સીકેમ, કોથમરી ઉમેરો.
હવે એક પેનમાં તેલ ગ્રીસ કરી તેમાં બેટર રેડી તેની ઉપર મકાઈ-ટમેટા ઉપર નાખી પકાવી લો.
તૈયાર છે મખાના ઉત્તપમ, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.