ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવા માટે અને હેલ્ધી નાસ્તો અથવા ડિનર માટે “પાલક મગ દાળ સૂપ” એક ઉત્તમ વિકલ્પ છે. આ સૂપમાં પ્રોટીન, આયર્ન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે, જે શરીરને એનર્જી આપે છે અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે.
1 કપ પલાળેલા મગની દાળ, 2 કપ તાજી ધોઈને સમારેલી પાલક, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2-3 ઝીણી સમારેલી લસણની કળી, ½ ઇંચ છીણેલું આદુ, ½ ચમચી હળદર, ½ ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ઘી અથવા તેલ, 4 કપ પાણી
સૌ પ્રથમ કુકરમાં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો, પછી લસણ, આદુ અને ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં હળદર અને મગની દાળ ઉમેરો. 3-4 મિનિટ સુધી હલાવો, પછી સમારેલી પાલક ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે 4 કપ પાણી અને મીઠું ઉમેરો. કુકર બંધ કરો અને 2 સીટી વગાડો.
કૂકરનું પ્રેશર છૂટી જાય પછી સૂપને હળવે હાથે મેશ કરો. જો જરૂરી હોય તો થોડું વધુ પાણી ઉમેરી પાતળું કરો.
ગરમ ગરમ સૂપને પીરસતા પહેલા થોડી કાળી મરી પાવડર છાંટો. ઉપરથી થોડું લીંબૂનો રસ નાખો સ્વાદમાં ચટાકેદાર ફેરફાર આવશે! સાથે સંપૂર્ણ ઘઉંની બ્રેડ અથવા ટોસ્ટ પીરસી શકાય.
શરીરને ગરમ રાખે અને ઊર્જા આપે, ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે, વજન ઘટાડવામાં મદદરૂપ, પાચન માટે હળવું અને પૌષ્ટિક છે.
અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.