શિયાળામાં નાસ્તા માટે ઘરે બનાવો મસાલેદાર મેથીના થેપલા


By Dimpal Goyal16, Nov 2025 01:10 PMgujaratijagran.com

મેથીના થેપલા

શિયાળામાં મોટા પ્રમાણમાં બજારમાં લીલી મેથી આવી ગઈ છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ મેથી ફાયદાકારક છે. તો ચાલો એકદમ પોચા અને ટેસ્ટી મેથીના થેપલા બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, 1 કપ લીલી મેથી, 1/2 ચમચી મીઠું, 1/4 ચમચી અજમો, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી ધાણા પાવડર, જરૂર મુજબ તેલ, જરૂર મુજબ પાણી.

સ્ટેપ 1

સૌથી પહેલા લીલી મેથીને પાણીથી ધોઈ લો અને કોરી કરીને બારીક રીતે સમારી લો.

સ્ટેપ 2

હવે મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું, અજમો, હળદર, ધાણા પાવડર અને સમારેલી મેથી મિક્સ કરો. તમે ઈચ્છો તો દૂધી પણ ખમણીને ઉમેરી શકો છો. આ ઉપરાંત બારીક સમારેલી કોથમરી અને આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

સ્ટેપ 3

હવે તેલ અને પાણી ઉમેરી લોટ બાંધો. લોટને 10-15 મિનિટ માટે રાખો.

સ્ટેપ 4

લોટમાંથી નાના નાના લુઆ બનાવો. પછી રોટલીની જેમ વણી લો.

સ્ટેપ 5

એક નોનસ્ટીક પેનમાં તેલ લગાવી ગરમ કરો. થેપલાને તેમાં બન્ને બાજુએ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે તમારા મેથીના થેપલા, તેને ચા, દહીં, ચટણી, ટમેટા સોસ કે શાક સાથે સર્વ કરો.

વાંચતા રહો

અનવની રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aadiya Recipe: શિયાળામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અડદિયા