Aadiya Recipe: શિયાળામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અડદિયા


By Dimpal Goyal16, Nov 2025 11:10 AMgujaratijagran.com

અડદિયા

જો તમે શિયાળામાં કંઈક મીઠાઈ ખાવાનું મન થાય તો આ ગુજરાતી અડદિયા પાક બનાવી શકો છો. જે શિયાળામાં શરીરને ગરમી આપે છે અને ઠંડીથી બચાવે છે. અડદની દાળ, દેશી ઘી અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સના મિશ્રણથી બનેલી આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી

1 કપ અડદની દાળનો લોટ, 3/4 કપ ઘી, 3/4 કપ ગોળ, 1 કપ કાજુ/બદામનો પાવડર, 1/2 કપ સૂકા નારિયેળનું છીણેલ કોપરું, 1 ચમચી સૂંઠ પાવડર, 1/4 કપ ગોંદ, 1 /2 કપ ઘી ગોળમાં ઉમેરવા માટે.

સ્ટેપ 1

એક મિક્સર જારમાં તજનો ટુકડો, અડધું જાયફળ, 5 એલચી, 8 મરી, થોડો સુંઠ પાવડર અને પીપલમુલનો પાવડર ઉમેરી બરાબર પીસી લો. તમારો અડદિયાનો મસાલો તૈયાર છે.

સ્ટેપ 2

અડદની દાળને હળવો શેકી મિક્સરમાં પીસી લોટ બનાવી લો.

સ્ટેપ 3

મોટા બાઉલમાં અડદનો લોટ લો. તેમાં થોડો ઘઉંનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. 3 ચમચી ઘી અને 4 ચમચી દૂધ ઉમેરે મિક્સ કરો. મિશ્રણને થોડું સમય ઢાંકીને મૂકી દો.

સ્ટેપ 4

કઢાઈમાં ઘી ગરમ કરીને ગુંદરને તળી લો અને બહાર કાઢો, એ જ ઘીમાં સમારેલી બદામ, પિસ્તા અને કાજુને હળવી તળી લો.

સ્ટેપ 5

કઢાઈમાં થોડું ઘી ગરમ કરો. તેમાં અડદનો લોટ ઉમેરી સતત હલાવતા 15 મિનિટ શેકો, પછી ગેસ બંધ કરીને 10 મિનિટ માટે મૂકી દો.

સ્ટેપ 6

બીજી કઢાઈમાં થોડું પાણી ઉમેરી ગોળ ઓગાળો.3 મિનિટ જેટલી ચાસણી બનવા દો.

સ્ટેપ 7

અડદના મિશ્રણમાં ગરમ ગોળની ચાસણી ઉમેરો. 3 ચમચી અડદિયાનો મસાલો ઉમેરો, તળેલા કાજુ, બદામ, પિસ્તા અને ગુંદર ઉમેરી બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ 8

ઘી લગાવી મોટી થાળીમાં મિશ્રણ પાથરી દો. ઉપરથી સમારેલા મેવાં છાંટો,  4 કલાક ઠંડું થવા દો. પછી ગમે તે આકારમાં કાપી લો.

સવૅ કરો

શિયાળાની સીઝનમાં ખાવાનું ખાસ આનંદ આપે એવો ગરમ ગરમ, સુગંધી અને પૌષ્ટિક અડદિયો પાક માણો!

10 સૌથી ખતરનાક શ્વાન, તેને ભૂલથી પણ ન પાળવા જોઈએ