વરસાદી મોસમમાં ઘરે બનાવો મસાલેદાર ક્રિસ્પી રીંગણના પકોડા


By Vanraj Dabhi05, Jul 2025 08:28 AMgujaratijagran.com

રીંગણના પકોડા

વરસાદી મોસમમાં ઘણીવાર પકોડા ખાવાનું મન થાય છે, પરંતુ જો તમે બટાકા અને ડુંગળી સિવાય કંઈક નવું ટ્રાય કરવા માંગતા હો, તો આ મસાલેદાર રીંગણના પકોડા બનાવો.

સામગ્રી

રીંગણા,ચણાનો લોટ, હળદર, મીઠું, લીલા મરચા, લાલ મરચું પાવડર, જીરું, કોથમરી, લસણ, હિંગ, તેલ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર અને પાણી ઉમેરીને સારી રીતે ફેંટી લો.

સ્ટેપ-2

હવે લસણને ફોલી લો, પછી કોથમીરના પાન કાપીને ચણાના લોટના મિશ્રણમાં ઉમેરો. પછી લીલા મરચા અને લસણને બારીક પીસી લો.

સ્ટેપ-3

ચણાના લોટના બેટરવાળા બાઉલમાં મરચાં-લસણની પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-4

હવે રીંગણને તમારા મનપસંદ આકારમાં સમારી તેને ચણાના લોટના બેટરમાં કોટ કરી અને ગરમ તેલમાં પકોડા તળી લો.

સર્વ કરો

રીંગણના પકોડા તૈયાર છે. તેને ચા અને ચટણી સાથે ખાઓ. વરસાદની ઋતુમાં તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Aloo Paratha: વરસાદી માહોલમાં ઘરે બનાવો યુનિક આલુ પરાઠા