વરસાદી મોસમમાં ભજીયા સિવાય લોકોને આલુ પરાઠા ખાવા પણ ખૂબ જ ગમે છે. જેને ચા સાથે ગરમા ગરમ ખાવાની મજા અલગ હોય છે.
ઘઉંનો લોટ, મીઠું, પાણી, બટાકા, લીંબુનો રસ, કોપરું, શીંગદાણા, લાલ મરચું પાવડર, જીરું, ધાણાજીરું, લસણ-મરચાની પેસ્ટ, કોથમીર, ગરમ મસાલો, ખાંડ, લીલા મરચા, ઘી.
સૌ પ્રથમ એક પેનમાં શીંગદાણા અને કોપરુ હળવું શેકી લો, થોડી લસણની કળીઓ ફોલી લો.
હવે એક મિક્સરજારમાં લસણ-મરચા, જીરું નાખીને ક્રસ કરી એક કીકરમાં બટેકાને બાફી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠો લીમડો,હિંગ,હળદર, લીલા મરચા-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં બટેકાનો છુંદો, કોથમરી ઉમેરીને મિક્સ કરી લો અને એક બઉલમાં લોટ, મીઠું અને થોડું પાણી નાખીને લોટ બાંધી લો.
હવે લૂઓ લઈ રોટલી બનાવી સ્ટફિંગ ભરી લૂઓ વાળી ફરીને રોલ કરીને એક તવા પર એક ચમચી ઘી કે તેલ નાખીને પરાઠા શેકી લો.
તૈયાર છે યુનિક પરાઠા, તમે ચા સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.