રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલેદાર ભીંડા-બટાકાનું શાક ઘરે કેવી રીતે બનાવવું, જાણો રેસીપી


By Vanraj Dabhi04, Jul 2025 08:27 AMgujaratijagran.com

ભીંડી-બટાકાનું શાક

જો તમે ભીંડા શાક ખાવાથી કંટાળી ગયા છો, તો આજે કંઈક નવું ટ્રાય કરો. હા, આજે અમે તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં મસાલેદાર ભીંડા-બટાકાના શાકની રેસીપી જાણો.

સામગ્રી

બટાકા, ભીંડા, મીઠું, હળદર, ગરમ મસાલો, શાકભાજી મસાલા, ડુંગળી, લસણ, જીરું, મરચાં, ટામેટા, તેલ.

સ્ટેપ-1

પહેલા બટાકા અને ભીંડાને ધોઈને લાંબા આકારમાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી હળવા સાંતળી લો અને બહાર કાઢો. આ પછી, ટામેટાની પ્યુરી તૈયાર કરો અને તેને બાજુ પર રાખો.

સ્ટેપ-3

હવે ડુંગળી અને લસણને ફોલી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી તેમાં જીરું ઉમેરો અને તેને સારી રીતે પીસી લો.

સ્ટેપ-4

આ પછી, એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું વાટેલી ડુંગળી-લસણની પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો.

સ્ટેપ-5

થોડીવાર પછી તેમાં ટામેટાની પ્યુરી, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, શાકભાજીનો મસાલો વગેરે ઉમેરીને સારી રીતે પકાવી લો.

સર્વ કરો

હવે તેમાં ફ્રાય કરેલ ભીંડા-બટાકા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરીને બરાર પકાવીને સર્વ કરો.

Tamatar Chaat: વરસાદમાં ચટણીઓની ઝઝંટ વગર નવી રીતે ઘરે ટ્રાય કરો ટામેટાની ચાટ