વરસાદી માહોલમાં દરેક લોકોને ગરમ વસ્તુ ખાવાનું મન થાય છે, આજે આપણે ગરમા ગરમ ટમેટાન ચાટ બનાવતા શીખીશું.
ટમેટા, બટેટા, મેંદાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, ઘી,અજમો,કાજુ, ગોળ કે ખાંડ, ચાટ મસાલો વગેરે.
એક બાઉલમાં મેંદાનો લોટ, ઘી, મીઠું, અજમો અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો અને પછી નાના લૂઆ બનાવી રોટલી બનાવીને છરી વડે સક્કરપારા બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સક્કરપારા તળી લો.
હવે એક મિક્સર જારમાં ટમેટા નાખીને પીસી લ્યો અને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, આદુ મરચાની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ નાખીને સાંતળી લો.
હવે તેમાં ચાટ મસાલો અને બાફેલા બટેકાનું છીણ કરીને ઉમેરી મિક્સ કરી લો.
હવે તેમાં પલાળેલા કાજુની પ્યુરી બનાવી નાખી મિક્સ કરી લો.
હવે એક પેનમાં પાણી, ગોળ કે ખાંડ, શેકેલ જીરા પાઉડર,સંચળ, ચાટ મસાલો, મરચું પાઉડર ઉમેરીને ઉકાળીને મિક્સ કરી લો.
હવે તૈયાર કરેલ ટમેટાની ચાટ વાટકીમાં ભરી ઉપરથી તૈયાર કરેલ સીરપ અને અને સક્કરપારા ઉમેરીને સર્વ કરો.