વરસાદી માહોલમાં દરેક લોકોની પહેલી પસંદ હોય છે ભજીયા, તો આજે આપણે બટાકા અને કેપ્સિકમમાંથી એકદમ નવી રીતે ભજીયા બનાવીશું.
બટાકા, કેપ્સિકમ, આદુ-મરચાની પેસ્ટ,મીઠું, તેલ, ચોખાનો લોટ, બેસન, કોથમરી, સફેદ તલ,મીઠું,હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, લીંબુનો રસ.
સૌ પ્રથમ બટાકાની છાલ ઉતારીને ખમણી લો અને કેપ્સિકમને લાંબી સ્લાઈસમાં સમારી લો.
હવે એક બાઉલમાં બટેકા, કેપ્સિકમ, આદુ-મરચાની પેસ્ટ,મીઠું,હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં કોથમરી, તલ, ચોખાનો લોટ, બેસન નાખીને હાથ વડે બરાબર મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા મુકીને ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.
હવે તેને એક પ્લેટમાં લઈ તમે મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.