Rice Dhokla: ચોખાના લોટમાંથી ખાટ્ટા ઢોકળા બનાવવાની રેસીપી


By Vanraj Dabhi10, Oct 2024 05:55 PMgujaratijagran.com

ચોખાના ઢોકળા

આજે અમે ઘરે ચોખાના લોટમાંથી ઢોકળા બનાવવાની સરળ રેસીપી જણાવીશું જે એક ઉત્તમ વાનગી છે.

સામગ્રી

ચોખાનો લોટ,સોજી,દહીં,ખાંડ,તેલ,રાઈ,બેકિંગ સોડા,આખા લાલ મરચા,હિંગ,મીઠું સ્વાદ મુજબ,લીંબુનો રસ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ,રવો,દહીં, તેલ વગેરે ઉમેરીને બેટર બનાવો.

સ્ટેપ-2

હવે આ બેટરને ઢાંકીને 5-6 કલાક માટે રહેવા દો અથવા આખી રાત પણ રાખી શકો છો.

સ્ટેપ-3

હવે આથામાં એક ચપટી બેકિંગ સોડા નાખીને મિક્સ કરો અને પછી તેને વાસણમાં નાખીને લગભગ 10-15 મિનિટ સ્ટીમ કરો.

સ્ટેપ-4

ઢોકળા સ્પોન્જી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને ઉપર લીંબુનો રસ છાંટીને ખાંડનું પાણી ગરમ કરીને ઉપર છાંટો.

સ્ટેપ-5

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,લાલ મરચું,હિંગ વગેરે નાખી તડકાને ઢોકળા ઉપર રેડી દો.

સર્વ કરો

તૈયાર છે ચોખાના લોટના ઢોકળા. તમે તેને લીલી,લાલ અને આમલીની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિશ્વના 5 એવા મહાન 'વૈજ્ઞાનિકો', જેમની 'શોધ'એ જ તેમનો જીવ લઈ લીધો