વિશ્વના 5 એવા મહાન 'વૈજ્ઞાનિકો', જેમની 'શોધ'એ જ તેમનો જીવ લઈ લીધો


By Nileshkumar Zinzuwadiya10, Oct 2024 05:37 PMgujaratijagran.com

રેડિયમ બેઝ્ડ પેઈન્ટ્સ

સબિન અર્નેલ્ડ વૉન સોચૉકીએ રેડિયમ બેઝ્ડ પેઈન્ટની શોધ સાથે લાંબા સમય સુધી રેડિયોએક્ટિવ મટેરિયલન સંપર્કમાં રહ્યા. તેને લીધે સબિનને એનીમિયા થઈ ગયો અને તેમનું મોત થયું.

સિલ્વેસ્ટર એચ.રોપર

સિલ્વેસ્ટર એચ.રોપર શરૂઆતી ઓટોમોબાઈલ અને મોટરસાયકલના ઉત્પાદક હતા. પણ ઓટોમોબાઈલ સંબંધિત શોધ દરમિયાન એક દુર્ઘટનામાં તેમનો જીવ જતો રહ્યો

ફ્રાંઝ રેઈકલટ

કોટ પેરાશટ શોધનાર ફ્રાંઝ રેઈકલટ તેમના ટેસ્ટિંગ માટે એફિલ ટાવરથી છલાંગ લગાવી, પણ તેમનો પેરાશૂટ ખુલ્યો નહીં. તેને લીધે તેમનું મોત થયું.

હોરેસ લૉસન હનીલી

હોરેસ લૉસન હનીલીએ પહેલી લડાકુ સબમરીનનું નિર્માણ કર્યું. સબમરીનના ટેસ્ટિંગ સમયે ચાલક દળના 8 સભ્યો સહિત તેમનું મોત થયું.

મેરી ક્યૂરી

પોલોનિયમ અને રેડિયમની શોધ કરનાર વિશ્વની પેલી નોબેલ પ્રાઈઝ વિજેતા મહિલા મૈરી ક્યુરીનું મોત તેમની શોધને લીધે થયું હતું.

Vanela Gathiya: દિવાળી પર ઘરે બનાવો વણેલા ગાંઠીયાની યુનિક રેસીપી