દિવાળી પર ફરસાણમાં બજાર જેવા વણેલા ગાંઠીયા બનાવવા માટે આ રેસીપી અત્યારે જ નોંધી લો.
ચણાનો લોટ, સોડા, અજમો, હિંગ, તેલ, મીઠું, મરી પાઉડર, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો.
હવે તેમાં અજમો, હિંગ, મીઠું, સોડા નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં તેલનું મોણ નાખી થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટ પર થોડું તેલ લગાવી કૂણીને નાના નાના લૂઆ લઈને પાટલા પર ગાંઠીયા વણી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાંઠીયા તળી લો.
તૈયાર છે વણેલા ગાંઠીયા તમે મરચાં અને ગાજરના સંભારા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.