દિવાળીના તહેવાર પર દેશી ચણાનું ટેસ્ટી શાક બનાવવા માંગતા હોવ તો, આ રેસીપી અત્યારે જ નોંધી લો.
કાળા ચણા, હિંગ, જીરું, ધાણાજીરું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, ઘી, નમક.
સૌ પ્રથમ કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
હવે સવારે પ્રેશર કૂકરમાં ચણા, થોડું પાણી, ચપટી નમક નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે એક પેનમાં ઘી કે તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું નાખીને સાંતળી લો.
હવે તેમાં આમચૂર, ચાટ મસાલો, ધાણાજીરું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં બાફેલા ચણા અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે દેશી ચણાનું ટેસ્ટી શાક, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.