કેપ્સીકમનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi13, Sep 2024 02:46 PMgujaratijagran.com

કેપ્સીકમનું શાક

લીલા શાકભાજી દેરક લોકોને પસંદ હોય છે, આજે આપણે કેપ્સીકમ એટલી કે શિમલા મર્ચનું શાક બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

કેપ્સીકમ, ડુંગળી, કાજુ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, લસણ, ટમેટા, આદુ, લીલા મરચા, જીરું, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ જણાવેલ સામગ્રી સમારી લો અને મસાલા તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, મરચાં ઉમેરીને થોડીવાર સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં કાજુ, ડુંગળી અને કેપ્સીકમ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું ઉમેરીને મિક્સ કરી એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-5

હવે તે જ પેનમાં ફરી તેલ ગરમ કરી જીરુ, ક્રશ કરેલી ડુંગળી, ટમેટાની પ્યુરી અને અન્ય મસાલા સાથે થોડું પાણી ઉમેરીને ગ્રેવી કરી તેમાં કેપ્સીકમ ઉમેરીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે કેપ્સીકમનું શાક તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Besan Pudla: ચણાનાં લોટનાં પુડલા બનાવવાની યુનિક રેસીપી