Besan Pudla: ચણાનાં લોટનાં પુડલા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi13, Sep 2024 12:21 PMgujaratijagran.com

ચણાનાં લોટનાં પુડલા

આપણને બીમારી દરમિયાન કઈ ખાાનું મન ન થાય ત્યારે ચણાની આ રેસીપી બનાવીને ખાઈ શકો છો.

સામગ્રી

ચણાનો લોટ, અજમો, મેથી, કોથમરી, લીલું મરચું, ડુંગળી, ટમેટા, કેપ્સીકમ, તેલ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું.

સ્ટેપ-1

સૌ પ્રથમ કોથમરી, મેથી, કેપ્સીકમ, ટામેટા, લીલા મરચાને બારીક સમારી લો.

સ્ટેપ-2

હવે એક વાસણમાં ચણાનો લોટ, સમારેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર,અજમો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવીને 10 મિનિટ સેટ થવા દો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેના પર 1 ચમચી તેલ લગાવીને તેના પર બેટર રેડીને ગોળ આકારમાં ફેલાવીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો.

સર્વ કરો

તૈયાર છે ચણાના લોટના ક્રિસ્પી પુડલા, તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બચેલી દાળ ફેંકી દેવાને બદલે ઘરે બનાવવા માટે સ્વાદિષ્ટ વાનગીઓ