Rice kheer: શ્રાદ્ધ માટે ખીર બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi21, Sep 2024 04:35 PMgujaratijagran.com

ખીરની રેસીપી

મીઠાઈમાં ખીરનો સ્વાદ દરેકને ગમે છે. શ્રાદ્ધ માટે ડ્રાયફ્રૂટ્સ, કેસર ઉમેરીને બનાવેલી ખીરનો સ્વાદ અદ્ભુત હોય છે.

સામગ્રી

1 લિટર દૂધ, 1 ચમચો ચોખા, 100 ગ્રામ ખાંડ, 1 ચમચી કિસમિસ, 2 ચમચી બદામ, કાજુ, પિસ્તા, બારીક સમારેલા, 12-15 કેસરના ટુકડા, 1 ચમચી એલચી પાવડર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ચોખાને ધોઈને 3 કપ પાણીમાં 1 કલાક માટે પલાળી દો અને બીજા એક વાસણમાં 2 ચમચી દૂધમાં કેસરના દોરા નાખીને પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક કડાઈમાં દૂધને ધીમી આંચ પર ગરમ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો

સ્ટેપ- 3

હવે તેમાં પલાળેલા ચોખા અને ખાંડ નાખીને 15 મિનિટ પકાવો.

સ્ટેપ- 4

તૈયાર કરેલી ખીરમાં એલચી પાવડર અને કેસરનું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં કિસમિસ અને બીજા સમારેલા સૂકા મેવા તળીને તૈયાર કરેલી ખીરમાં ઉમેરો.

સર્વ કરો

હવે તમારી સ્વાદિષ્ટ ખીર તૈયાર છે. જમ્યા પછી તેને ગરમ કે ઠંડુ ખાઈ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

White Dhokla: સુરતી ઇદડા બનાવવાની પરફેક્ટ રીત