Dal Fry Recipe: દાલ ફ્રાય બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi28, Sep 2024 04:02 PMgujaratijagran.com

દાલ ફ્રાય

દાલ ફ્રાય એ પંજાબી તડકા જેમ તુવેર દાળ, ચણાની દાળ, મગની દાળ અને મસૂરની દાળને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. તે પંજાબમાં ખૂબ જ ખાવામાં આવે છે.

સામગ્રી

તુવેર દાળ, ચણાની દાળ, મગની દાળ, મસૂર દાળ, પાણી, ટામેટું, ડુંગળી, લસણ, આદું, તજ, મરચાં, ઘી, લવિંગ, જીરું, સૂકા લાલ મરચાં, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, લીંબુ, મીઠું, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ બધી દાળને મિક્ષ કરીને બરાબર પાણીથી ધોઈને 15 મિનીટ પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2

હવે એક પ્રેશર કૂકરમાં પલાળેલી મિક્ષ દાળ ઉમેરીને 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

સ્ટેપ-3

એક પેનમાં ઘી ગરમ કરી જીરું, સૂકા લાલ મરચાં, તજ, લવિંગ વગેરે મસાલા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં આદું-લસણ, લીલા મરચાં, ટામેટું, ડુંગળી વગેરે નાખીને થોડી વાર પકાવી લો.

સ્ટેપ-5

હવે તેમાં તેમાં હળદર, ગરમ મસાલા, ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને બાફેલી દાળ નાખીને મિક્ષ કરી લો.

સ્ટેપ-6

હવે તેમાં લીંબુનો રસ અને 3 ગ્લાસ પાણી ઉમેરીને પકાવી પછી કોથમરી ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે દાલ ફ્રાય તમે રોટલી કે નાન સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Coconut Ladoo: દિવાળી પર ઘરે ટ્રાય કરો દૂધ વગર નારિયેળના લાડુની યુનિક રેસીપી