Coconut Ladoo: દિવાળી પર ઘરે ટ્રાય કરો દૂધ વગર નારિયેળના લાડુની યુનિક રેસીપી


By Vanraj Dabhi28, Sep 2024 01:04 PMgujaratijagran.com

નારિયેળના લાડુ

તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે તમે તહેવારોમાં અવનવી રેસીપી ટ્રાય રવા માંગતા હોવ તો આ વાનગી પરફેક્ટ છે.

સામગ્રી

નાળિયેર, ઘી, ખાંડ પાવડર, માવા, કાજુ-બદામ, એલચી.

સ્ટેપ-1

સૌથી પહેલા સૂકા નારિયેળને છીણી લો.

સ્ટેપ-2

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં વાટેલા માવો નાખીને મધ્યમ આંચ પર થોડો સમય શેકીને એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે એ જ કઢાઈમાં ફરીથી ઘી ગરમ કરી તેમાં છીણેલું નારિયેળને પણ ધીમી આંચ પર શેકી લો.

સ્ટેપ-4

હવે તેમાં દળેલી ખાંડ, બદામ, કાજુ અને એલચી પાવડર વગેરે ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે હથેળી પર ઘી લગાવીને તેમાંથી ગોળ લાડુ બનાવી સર્વ કરી શકો છો.

ટીપ્સ

એર ટાઈટ કન્ટેનરમાં રાખીને ખાઈને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pyaaz Kachori: જોધપુરની ફેમસ પ્યાઝ કચોરી ઘરે ટ્રાય કરો