કચોરી તો તમે ખાધી જ હશે, પરંતુ જોધપુરની ફેમસ પ્યાજ વાળી કચોરી એકદમ યુનિક રેસીપી છે, ચાલો જાણીએ, તેની રેસીપી.
મેંદાનો લોટ, મીઠું, અજમો, તેલ, પાણી, આખા ધાણા, જીરું, વરિયાળી, કાળા મરી, હિંગ, લીલા મરચા, ડુંગળી, આદુ,ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, બાફેલા બટાકા,ખાંડ, કોથમરી.
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, મીઠું, અજમો, તેલનું મોણ અને થોડું પાણી નાખીને લોટ બાંધી લો.
હવે એક ખાંડણીમાં આખા ધાણા, જીરું, વરિયાળી, કાળા મરી નાખીને અધકચરા ખાંડી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને અધકચરો ખાંડેલો મસાલો, લીલા મરચા, ડુંગળી, આદું ઉમેરીને થોડી વાર સાંતળી લો.
હવે તેમાં ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં બાફેલા બટાકાની મેશ,ખાંડ, કોથમરી ઉમેરીને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
હવે લોટમાંથી નાના લૂઆ બનાવી રોટલી વણી તેની પર સ્ટફિંગ ઉમેરીને કચોરી તૈયાર કરી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કચોરીને તળી લો.
તૈયાર છે જોધપુરની ફેમસ કચોરી, તમે વરસાદી માહોલમાં આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.