શ્રાવણના વ્રતમાં રોજ શું ખાઈ શકાય તે લઈને મુઝવણ થતી હોય છે. આવામાં તમે ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર બેસન નો હલવો બનાવીને ખાઈ શકો છો. થોડી જ સામગ્રીથી બનતી આ વાનગી માત્ર 10 મિનિટમાં બનાવી શકાય છે. આવો જાણીએ તેને બનાવાની રીત વિશે
આ સ્વાદીષ્ટ ડીશ બનવામાં માટે તમારે જોઈશે 1 કપ બેસન, 1 કપ ઘી, ½ કપ ખાંડ અથવા ગોળ, ½ કપ બદામનો લોટ, ½ કપ બદામ, ½ કપ પિસ્તા, ½ ટીસ્પૂન ઈલાયચી પાવડર, ½ કપ દૂધ.
સૌ પ્રથવા એક તપેલીમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરો અને તેને ઓગળવા દો.
આ દરમિયાન બદામ અને પિસ્તાને અલગ પેનમાં શેકી લો અને પ્લેટમાં કાઢી દો
ઘી બરાબર ગરમ થઇ ગયા પછી તેમાં બેસન અને બદામનો લોટ ઉમેરો.
લોટ સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
હવે તેમાં ખાંડ, દૂધ અને એલચી પાવડર નાખી હલાવો રાંધતા રહો
તેમાં શેકેલા બદામ ઉમેરો અને બધું મિક્સ કરો. હલવામાં જ્યાં સુધી ઘી ના છૂટે ત્યાં સુધી રાંધતા રહો.
બદામ સાથે ગાર્નિશ કરો અને પ્લેટમાં કાઢી સર્વ કરો