Singdana Sukhdi Recipe: સિંગદાણાની સુખડી બનાવવાની ફરફેક્ટ રીત અત્યારે જ નોંધી લો


By Vanraj Dabhi06, Sep 2024 12:54 PMgujaratijagran.com

સિંગદાણાની સુખડી

બધા લોકોએ ઘઉંના લોટની સુખડી તો ખાધી હશે આજે અમે તમને સિંગદાણાની સુખડી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

સિંગદાણા, ઘી, ગોળ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કડાઈમાં મગફળીના દાણા નાખીને હળવા શેકી લો.

સ્ટેપ-2

હવે સિંગદાણાની ફોતરી ઉતારી તેને એક મિક્સર જારમાં નાખીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-3

હવે એ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો.

સ્ટેપ-4

હવે સારી રીતે ઓગળી જાય પછી તેમાં સિંગદાણાનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ફેલાવી દો.

સર્વ કરો

થોડીવાર ઠંડુ થાય પછી છરી વડે ચોસલા પાડીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે હેલ્ધી અને ઝટપટ બનાવી શકાય તેવી યુનિક બ્રેકફાસ્ટ રેસીપી