આખો દિવસ ઉર્જાવાન રહેવા માટે સવારે હેવી કે હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે.
આજે અમે તમને કેટલાક સરળ અને હેલ્ધી બ્રેકફાસ્ટની રેસીપી જણાવીશું.જે તમે સવારે ઝડપથી બનાવી શકો છો.
પોહા એ સૌથી ઈઝી અને હેલ્ધી નાસ્તો છે. જેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
ઉપમા નાસ્તામાં પણ ખૂબ પૌષ્ટિક છે. તમે તેમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને તેને બનાવી શકો છો.
ઓટ્સને પીસીને તેમાં શાકભાજી મિક્સ કરીને તેમાંથી નોનસ્ટીક તવા પર કટલેટ બનાવી શકો છો.
નાસ્તામાં તમે ગાજર, કાકડી અને ડુંગળીને સમારી કે છીણીને અને તેમાં ચટણી અને મેયોનીઝ ઉમેરીને સેન્ડવિચ બનાવી શકો છો.
નાસ્તામાં બાળકો અને પુખ્ત વયના બંને માટે શાકભાજી ઉમેરીને ઓમેલેટ બનાવી શકો છો.
આવા હેલ્ધી ટેસ્ટી ફૂડ્સની યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.